ગળાના કેન્સરના નિદાન માટે આઇફોન કામે લાગશે

ગળાના કેન્સરના નિદાન માટે આઇફોન કામે લાગશે

ગળાના કેન્સરના નિદાન માટે આઇફોન કામે લાગશે

Blog Article

નેશનલ હેલ્થ સર્વિસે શનિવારે દાવો કર્યો હતો કે તેની કેટલીક હોસ્પિટલો દ્વારા ઉપયોગમાં લેવાયેલા નવા આઇફોન અને એપ્લિકેશનના પરિણામે હજારો દર્દીઓને શંકાસ્પદ ગળાના કેન્સર માટેના ઝડપથી નિદાનો આપી શકાશે.

32 મીમી લેન્સ અને તેની સાથેના એપ્લિકેશન અને આઇફોન નર્સોને ગળાના કેન્સરને શોધવા માટે મદદ કરશે. તે ફોન હાઈ ડેફિનેશનમાં ગળાની લાઈવ એન્ડોસ્કોપી ટેસ્ટને કેપ્ચર કરે છે, જેનો સુરક્ષિત ડેટા ક્લાઉડ દ્વારા નિષ્ણાત હેડ અને નેક કન્સલ્ટન્ટ સાથે શેર કરી શકાય છે. કન્સલ્ટન્ટ તે વિડિયો ફૂટેજની સમીક્ષા કરી કેન્સરના કોઈપણ ચિન્હોને ઝડપથી શોધી શકે છે. બાદમાં તેની દર્દીને સીધી જાણ કરાય છે.

એનએચએસ ઈંગ્લેન્ડના નેશનલ કેન્સર ડાયરેક્ટર ડૉ. કેલી પામરે જણાવ્યું હતું કે, “વહેલી તકે આ રોગને નકારી કાઢવામાં સક્ષમ થવાથી લોકો અને તેમના પરિવારો માટે ઘણો મોટો ફરક પડી શકે છે.”

Report this page